મોરબી તાલુકાના આમરણ ગામમાં યોજાયેલ ઉર્ષમાં રાજકોટનો એક પરિવાર પણ ગયો હતો અને આ ઉર્ષ પર્વને માણ્યો હતો આ ઉજવણી માણીને પરિવાર ખાનગી વાહનમાં તેમના ઘરે પરત ફરતા હતા તે દરમિયાન કંડલા રાજકોટ હાઈવે પર પંચાસર ચોકડી પાસે સામેથી આવતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં વાહનમાં સવાર ગુલઝારબેન નીઝામભાઈ બાકરોલીયા,યાશ્મીનભાઈ ઇમરાન ભાઈ ઈરફાનભાઈ હુસેનભાઈ બાકરોલીયા,સેઝીનનીઝામુદીન બાકરોલિયા,મેઝબીન ઈરફાનભાઈ બાકરોલીયા,નીઝામુદીન હસનભાઈને ઈજા પહોચતા મોરબીની ખાનગી અને સિવિલ એમ અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ઉપરાંત સીમુનાબેન નિઝામભાઈ બાકરોલીયાને ગંભીર ઈજા પહોચતા વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા
આ બનાવમાં ૬ વર્ષના બાળક શાહીન ઈરફાનભાઈ બાકરોલીયાને અતિ ગંભીર ઈજા પહોચતા તેનું સારવાર મળે તે પહેલા જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે જાણ થતા મોરબી પોલીસે નોધ કરી ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે

