HomeGujaratમોરબીના ગ્રીન ચોકમાં દુકાનની રેલીંગ તૂટી,યુવક ઈજાગ્રસ્ત

મોરબીના ગ્રીન ચોકમાં દુકાનની રેલીંગ તૂટી,યુવક ઈજાગ્રસ્ત

મોરબી શહેરમાં હજુ અનેક રાજા શાહી સમયની ઈમારતો આવેલી છે જોકે આ ઇમારતો માંથી કેટલીય ઇમારતો ખાનગી માલિકીની છે જેનું વર્ષોથી કોઈ પણ પ્રકારનું મરમત કામ કરવામાં આવ્યું નથી જેના કારણે અનેક ઈમારતો જર્જરિત સ્થિતિમાં પહોંચી ગઈ છે.ક્યારેક આવી ઈમારતોનો  જર્જરિત ભાગ તૂટી પડતો હોય છે અને ક્યારેક કોઈને ઈજા પહોંચે છે તો ભૂતકાળમાં આવી ઈમારતના કારણે મોત થવાની ઘટના પણ ઘટી ચેજોકે આજ દીન સુધી પાલિકા માત્ર નોટિસ ફટકારી પોતાની કામગીરી પૂર્ણ કરી લીધાનો સંતોષ માની પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા છે.ત્યારે મોરબીમાં ફરી એકવાર એક આવી જૂની પુરાણી ઈમારતનો જર્જરીત ભાગ તૂટી પડ્યો હત્તો  જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોકથી લખધીરવાસ રોડ પર આવેલ  ભોગીભાઈ દરજીની દુકાનની છતની  આરસીસીની રેલીંગ તૂટી પડી હતી જેથી દરજીની દુકાનમાં કામ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા.હાલ ઈજાગ્રસ્ત યુવકની સ્થિતિ ચિંતાજનક ન હોવાથી હાજર લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW