મોરબી નગરપાલિકા સુપર સિડ થયા બાદ મોરબી શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા આવનવી માહિતી માંગવામાં આવી રહી છે અને તેમાં ભ્રષ્ટ્રાચાર ના આક્ષેપો થઈ રહ્યા છે.તાજેતરમાં કોંગ્રેસે સ્ટ્રીટ લાઇટ અને સિટી બસ તેમજ સફાઈ કામમાં ભ્રષ્ટ્રાચારની આશંકા વ્યક્ત કરી હતી જે બાદ આજે ફરી એક નવી માહિતી માગવામાં આવી છે.આ વખતે કોંગ્રેસે પાલિકા પ્રમુખ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં કરવામાં આવેલ ખર્ચની માહિતી માંગવામાં આવી છે. પાલિકા પ્રમુખ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં કરવામાં આવેલ ૪૫ ડી અંતર્ગત ના ખર્ચ જાહેર કરવા જણાવ્યું છે.કોંગ્રેસ આગેવાનના જણાવ્યા મુજબ નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 45 ડી મુજબ આપાતકાળમાં નગરપાલિકાના પ્રમુખને મળેલ અધિકાર અન્વયે ખર્ચ કરી શકે છે પરંતુ કરેલ ખર્ચ જનરલ બોર્ડમાં મંજુર કરાવવાનો હોય છે અને એ કામ કેમ જરૂરી છે તેનો અહેવાલ આપવો જરરી છે પરંતુ નગરપાલિકા માં છેલ્લા બેવર્ષમાં 45 ડીે મુજબના ખર્ચ જનરલ બોર્ડમાં ચુટેલા સદસ્ય નામંજૂર કરેલ છે મોરબી નગરપાલિકાના પ્રમુખેકલમ 45ડી મુજબ ક્યા ક્યા કામો કરેલા છે કયા કયા વિસ્તારમાં કામો કરેલા છે કેટલો ખર્ચ આ કામોમાં કરવામાં આવેલ છે ખરેખર આ કામો કરેલા ત્યારે આપાતકાલ હતો ખરો જો તે સમયે આપાતકાળ હોય તો ક્યા સમય દરમિયાન હતો તે તમામની જાણકારી મોરબી શહેરની નગરપાલિકામાં ટેક્સ ભરતી પ્રજાને જાણવાનો પૂરો અધિકાર છે કારણ કે આ જે કંઈ કામો થયા છે તે પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયાથી થયા છે ત્યારે મારી મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 45 ડી મુજબ કરેલા કામોની અને કરેલ ખર્ચ કયા કયા કામો કયા કયા વિસ્તારમાં તેની યાદી પ્રજાની જાણકારી માટે નોટિસ બોર્ડ અને દૈનિક વર્તમાન પત્રમાં જાહેર કરવા માટે માગણી કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુ એ કરી છે. જાહેર કરવામાં નહીં આવે તો ના છૂટકે નગરપાલિકા સામે ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી.

