HomeGujaratટોમેટો સોસની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું રૂ 17.28 લાખનો વિદેશી...

ટોમેટો સોસની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું રૂ 17.28 લાખનો વિદેશી દારૂ બીયર સાથે ટ્રક ચાલકની ધરપકડ

અમદાવાદ  માળીયા હાઇવે પરથી ટ્રક  અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં લઈ જવાતો હોવાની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે મોરબી એલસીબીએ વોચ ગોઠવી હતી અને ટોમેટો સોસ ની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 17.28લાખના વિદેશી દારૂ,3480બિયરનો  જથ્થા સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. બનાવમાં પોલીસે દારુ બિયર ઉપરાંત ટોમેટો સોસ અને ટ્રક સહિત  રૂપિયા 33.76 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદ તરફથી એક ટ્રકમાં ટોમેટો સોસની આડમાં દારૂ અને બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ સંયુક્ત બાતમીને આધારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક વોચ ગોઠવવામાં આવતા પસાર થયેલ આરજે – 19 – GA – 3838 નંબરનો ટ્રક નીકળતા અટકાવી તલાશી લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાંથી હેમઝ ટોમેટો સોસની આડમાં લઈ જવાતી વિદેશી બ્રાન્ડ નો ભારતીય બનાવટનો રું.17.280લાખની  દારૂની 5,760 બોટલ, રું.3.48 લાખની કિંમતના 3480 ટિન બિયર, ટોમેટો સોસની બોટલ નંગ 3420 કિંમત રૂપિયા 2,95,800 ટાટા કંપનીનો ટ્રક કિંમત રૂપિયા 10 લાખ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 33,76, 800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 પોલીસે દારૂની હેરાફેરી કરતા.રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની ટ્રક ચાલક હનુવંત ખનગારામ બીશ્નોઈને ઝડપી લીધો હતો. આરોપી ટ્રક ચાલકે દારૂના આ ગોરખધંધામાં બાડમેરના ઓમપ્રકાશ કેશારામ બીશ્નોઈની સંડોવણી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્ માળીયા મિયાણા પોલીસ મથક ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW