HomeGujaratમોરબીમાં વધતા ચોરી-અપહરણના બનાવ બાદ પોલીસે સિરામિક ઉદ્યોગના લેબર કોન્ટ્રાકટર સાથે યોજી...

મોરબીમાં વધતા ચોરી-અપહરણના બનાવ બાદ પોલીસે સિરામિક ઉદ્યોગના લેબર કોન્ટ્રાકટર સાથે યોજી બેઠક 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીરામીક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો ના ગુમ થવાના,અપહરણ તેમજ બળાત્કાર,આપઘાત કરવાના બનાવો ભુતકાળમાં ખુબ જ પ્રમાણમાં બનેલ છે જેથી ભવિષ્ય મા આવા પ્રકાર ના ગુનાઓ બનતા અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક એકમો ના ઉધોગકારો તેમજ લેબર કોન્ટ્રાક્ટરોની મોરબી જિલ્લા પોલીસ દ્વારા તારીખ ૧૫ના રોજ  લાલપર ખાતે આવેલ સીરામીક એસોસિયન ની ઓફિસ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું આ મિટીંગમા સિરામીક એશોસીયનના પ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં સિરામિક ઉધોગ કારો તેમજ સિરામિક લેબર કોન્ટ્રાક્ટરો હાજર રહેલ હતા આ તમામને પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓ દ્વારા અપહરણ તેમજ બળાત્કાર તેમજ આપઘાત કરવાના બનાવો અટકાવવા તથા ચોરીના બનાવો અટકાવવા તથા પરપ્રાંતીય મજૂરોનુ પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવા બાબતે માહિતી આપેલ હતી તેમજ ૧૮ વર્ષથી નાની ઉંમરના કોઇ પણ સગીર બાળકો કે બાળકીને કામ પર નહી રાખવા સમજ કરેલ તેમજ તમામ મજુરોની નોંધણી કરવા તેમજ દરેક વ્યકિતઓનું કારખાનામાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરી રજીસ્ટર નિભાવવા અંગે સુચનાઓ આપવામાં આવેલ

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW