HomeGujaratમોરબીમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો નવા દેવળિયાનો ઇસમ ઝડપાયો

મોરબીમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો નવા દેવળિયાનો ઇસમ ઝડપાયો

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને અભ્યયાસ કરતી એક યુવતીને હળવદના નવા દેવળિયા ગામના એઝાઝ અલાઉદિન હિંગળોજાએ પરિચય કેળવી તેની સાથે મિત્રતા કરી હતી.બાદમાં આ શખ્સે યુવતીને મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે તેની ફ્રેન્ડ આવી હોવાનું કહી ત્યાં બોલાવી યુવતી સાથે અલગ અલગ જગ્યાએ ફોટા પાડી આ ફોટાને આધારે યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક અડપલા કરી અશ્લિલ માંગણી કરી લગ્ન કરવા દબાણ કરતા આ આ સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી પાસે અવાર નવાર અભદ્ર માંગણી કરી હતી જેથી કંટાળી જઈ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને અંતે આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે યુવતીની ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે એઝાઝ અલાઉદિન હિંગળોજાને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW