મોરબી શહેરનાં કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાને તેની પાડોશમાં દુકાન ધરાવતી મહિલાને ગુરુવારે એક પ્રસંગમાં મેકઅપનો ઓર્ડર હતો જે ઓર્ડર પુરો કર્યા બાદ વધારાનો સામાન તેની દુકાનમાં મૂકવા ગઈ હતી તે વખતે મહિલાની દુકાન પાસે દુકાન ધરાવતા યશ દેસાઈ નામનાં શખ્સ દ્રારા દુકાનના ભાડા મુદે વાતચીત કરવાના બહાને તેની ઓફિસમાં બોલાવી હતી જેથી વાતચીત માટે ત્યાં મહિલા પહોંચી હતી. જ્યાં આરોપીએ ઠંડું પીણું પીવા આપતા મહિલાએ ઠંડું પીધું હતું જે બાદ મહિલા અચાનક બેભાન થઈ ગઈ હતી જ્યારે મહિલાને ભાન આવ્યું તો સામેનું દેશ્ય જોઈને ડઘાઈ ગઈ હતી? સામે એક વ્યક્તિ નગ્ન હાલતમાં પડ્યો હતો અને તેને બેભાન થતાં પહેલાં જે કપડા પહેર્યા હતા તે કપડાને બદલે બીજા કપડા હોવાથી તેની સાથે કઈ અજુગતું થયું હોવાનું લાગ્યું હતું જેથી તેને તેમના પતિને ફોન કરી ઓફિસે બોલાવ્યા હતા મહિલાનો પતિ અને પરિવારના લોકો ત્યાં પહોંચીને તપાસ કરતા મહિલા તેની બ્યુટી પાર્લરમાં દુકાનમાં બે શુધ્ધ હાલતમાં પડી હતી જ્યારે બાજુની દુકાનમાં ચારેક શખ્સ દુકાન અંદરથી બંધ કરી બેઠા હતા જેથી મહિલાના પતિ દ્વારા તેની પૂછપરછ કરતાં મહિલાએ પોતાની સાથે ઘટેલી ઘટના વિશે જાણ કરી હતી જેથી મહિલાને તાત્કાલિક સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે બાદ મહિલાએ યશ વિશ્વાસભાઈ દેસાઈ, ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઈ ચૌહાણ, અભિ ઉર્ફે અભય દિનેશ જીવાની તેમજ રવિ દિલીપભાઈ ચૌહાણ નામનાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેનાં આધારે પોલીસે ગુન્હો ચારેય આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

