મોરબીના હળવદ રોડ પર આવેલ ઉચી માંડલ ગામ પાસે સિરામિક ફેકટરી મજૂરી કામ કરતા બિહારના એક યુવાને તેના લેબર ક્વાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો જે બાદ સ્થાનિકો પોલીસને જાણ કરતા તાલુકા પોલીસની ટીમે મૃત દેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.પોલીસે હાલ એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઉચી ઉચી માંડલ ગામ પાસે આવેલ સિમોલા સિરામીક નામની ફેકટરીમાં.મજૂરી કામ કરતો અને તેના લેબર ક્વાર્ટરમાં રહેતા શુભમ તિવારી નામના 27 વર્ષના યુવાને ગત રવિવારના રોજ તેના લેબર ક્વાર્ટરમાં જ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે આસપાસના રહેતા બીજા મજૂરોને થતા તેઓએ મોરબી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઇ મૃત દેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે અક્સ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને લગ્ન નહી થાય તેવા ડરથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે

