HomeGujaratમોરબીના પાનેલી ગામમાં વીજળી પડતા ભેંસનું મોત,

મોરબીના પાનેલી ગામમાં વીજળી પડતા ભેંસનું મોત,

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના અલગ અલગ જીલ્લામાં તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ગત શુક્રવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન અને ગાજ વીજસાથે કમોસમી વરસાદ વરસી પડ્યો હતો આ કમોસમી વરસાદની અસર બીજા દિવસે પણ યથવાત રહી હતી અને વહેલી સવારથી બપોર સુધી જિલ્લામાં જાણે અસાઢી માહોલ સર્જાયો હતો મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે સવારે 6 થી બપોર 12 વાગ્યા સુધીમાં 36 મીમી વરસાદ વરસી ગયો હતો તો ટંકારામાં પણ 13 મીમી હળવદમાં 10 મીમી ,વાંકાનેરમાં 5 મીમી વરસાદ વરસી ગયો હતો. માળિયામાં હળવા ઝાપટા વરસી ગયા હતા

આ ઉપરાંત આ કમોસમી વરસાદ સાથે સાથે જીલ્લામાં ખાના ખરાબી પણ જોવા મળી છે મોરબીના પાનેલી ગામમાં આજે સવારે વીજળી ત્રાટકી હતી રમેશભાઈ જેસંગ ભાઈ વઢરૂકિયાની માલિકીની ભેસનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW