HomeGujaratટંકારામાં માલિકીની જમીન પર કબજો જમાવનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ...

ટંકારામાં માલિકીની જમીન પર કબજો જમાવનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોધાયો

મોરબી જિલ્લમાં દિન પ્રતિદિન સરકારી અને ખાનગી જમીનો પર ગેરકાયદે દબાણ કરી કબજો કરવાની પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધી છે. અનેક વખત આ બાબતે ફરિયાદો ઉઠતી રહે છે જોકે કામગીરીના નામે પગલા ખુબ ઓછા લેવામાં આવી રહ્યા છે કેટલાક કિસ્સામાં નોટીસ આપી સંતોષ માની લેવામાં આવે છે ત્યારે હવે ખાનગી મિલકતમાં થતા દબાણ દુર કરવા અરજદારો સામેથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોધાવવા આગળ આવી રહ્યા છે આવી જ એક ફરિયાદ આજે ટંકારા પોલીસ મથક વિસ્તારમાં નોધાઇ છે. જેમાં મોરબીના રાજપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દિપકભાઈ કરમશીભાઈ મારવણીયા નામના ખેડૂતની ટંકારા શહેરમાં આવેલી સવેની નંબર 35 પૈકીની જમીન હે.૦-૭૬-૮૯ ચો.મી પર આમદભાઈ નુરાભાઈ માંડકીયા , હનિફભાઈ નુરાભાઈ માડકીયા, અલીભાઈ આમદભાઈ બાદી દ્વારા ગેરકાયદે કબજો કરી તેના પર દબાણ કર્યું હતું જે બાબતે ફરિયાદ થતા આ અંગે લેંડ ગ્રેબીંગ સમીતી બેઠકમાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW