માળિયા મિયાણા કચ્છ હાઇવે પર છેલ્લ્લા 4 માસથી બંધ પડેલી નવજીવન હોટેલ પાસે આવેલ શ્યામ કમાન નામની ગેરેજમાં ટ્રક રીપેરીંગનું કામ ચાલતું હતું. ગત રાત્રીના ૬ વાગ્યાની આસપાસ એક ટ્રક ચાલક આવ્યો હતો અને તેના કારીગર સાથે માથાકૂટ કરી તેનો ટ્રક ઝડપથી રીપેર કરવા જણાવ્યું હતું જોકે કારીગરે ફરીયાદી સફિરભાઈ મુસાભાઈ મોવરને ટ્રક ચાલકને સમજાવવા કહેતા સફીરભાઈએ ટ્રક ચાલકને સમજાવતા જણાવ્યું હતું. કે બીજા ટ્રક રીપેર થશે એટલે તમારો ટ્રક રીપેર કરી દેશે જે બાદ ટ્રક ચાલકે આ ટ્રક ઓસમાણભાઈ નો હોય તમને ફોન આવશે તેમ કહી જતો રહ્યો હતો. બીજી તરફ યુવક પણ જમવા ઘેર જતો રહ્યો મોડી રાત્રે કેટલાક શખ્સ ૪૫૯૨ નંબરની સ્વીફ્ટ કાર,૨૩૬૦ નંબરની સ્કોર્પિયો અને રેન્ડ એવર સહિતનીકારમાં 7 જેટલા શખ્સ આવી પહોચ્યા હતા અને ગેરેજમાં કામ કરતા યુવકને ધમકાવવા લાગતા કારીગરે ફરી સફીરને ફોન કરીને જાણ કરતા તેની કાર લઇ સ્થળ પર પહોચ્યો હતો જ્યાં જુસબ ગુલમામદ મોવર ,હેડર સુમારભાઈ મોવર અને ઓસમાણભાઈ સુમારભાઈ મોવર તેમજ અન્ય ચાર જેટલા અજાણ્યા શખ્સ આવી પહોચ્યા હતા.
તમામ તેની કારમાંથી બહાર નીકળી ફરીયાદી તરફ દોડ્યા હતા અને જુસબે તેના પાસેથી હથીયાર વડે 2 ફાયરીંગ કર્યું હતું તો હેદરે 1 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અચાનક આરોપીઓએ આ રીતે આડેધડ ફાયરીંગ કરતા યુવક તેની કારને પાછળ વાડી લીધી હતી અને તુરંત તેના ઘરે જતા રહ્યા હતા આ બાબતે તેમના ભાઈ અલ્યાસને જણાવતા તેઓ ત્યાંથી સ્થળ પર પહોચ્યા હતા અને તપાસ કરતા સ્થળ પર ત્રણ જેટલા ખાલી કારતુસ મળી આવ્યું હતું જે બાદ બન્ને યુવાન પોલીસ મથકમાં દોડી ગયા હતા. માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે જુસબ ગુલમામદ મોવર,હૈદર સુમાર મોવર અને ઓસમાણભાઈ સુમારભાઈ મોવર અને ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

