HomeGujaratમોરબીમાં પરિવાર બહાર ગામ ગયો તો તસ્કરોને મળ્યું મોકળું મેદાન, રોકડ અને...

મોરબીમાં પરિવાર બહાર ગામ ગયો તો તસ્કરોને મળ્યું મોકળું મેદાન, રોકડ અને દાગીના સહિતનો મુદામાલ સાફ

મોરબી શહેરના શનાળા બાયપાશ નજીક વૈભવ સોસાયટીમાં આવેલ વૈભવ એપાર્ટમેન્ટના પાચ માળે રહેતા કમલેશભાઈ હુલાણી તેમના પરિવાર સાથે બહાર ગામ ગયા હતા.જેથી તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરના દરવાજા તોડી પ્રવેશ કરી ઘરની તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા મોરબી એ ડીવીઝન અને એલસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસે એપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તસ્કરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે હાલ આ ચોરીની ઘટનામાં કેટલાનો મુદામાલ ચોરી થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરીવારજનો જ્યારે પોલીસ ફરિયાદ નોધાવશે ત્યારે હકીકત સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW