મોરબીના બગથળા ગામમાં રહેતા ગૌરવ ગોપાલભાઈ ઠોરિયાનું બગથળા ગામ પાસે જ ટેક્સા પ્લાસ્ટવુડ કારખાનુ આવેલું છે ગત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ જિલ્લાના લોધીકા ઇન્ડસ્ટ્રીયલ રાવકી આર.એસ.એન. પ્લોટનં.૨૩ સબપ્લોટ નં.૨૩/૧ ખાતે આવેલી શ્રી હરી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા પરાગકુમાર માધાભાઇ ભંડેરી નામના શખ્સે ગૌરવભાઈ પાસેથી પી.વી.સી. પ્લાસ્ટીકની શીટ બનાવવાના પાવડર નો રૂ.૧૦,૩૮,૪૦૦/- નો ઓર્ડર મેળવ્ઓયો હતો અને તેના કાચા માલ આપવા માટે એડવાન્સ પેમેન્ટ પણ લઇ લીધું હતું.જોકે સમય મર્યાદામાં માલ ન મળતા ગૌરવભાઈએ તપાસ કરતા પરાગભાઈ દ્વારા અવનવા બહાના બાજી શરુ કરી હતી અંતે આરોપીએ ઓર્ડર મુજબનો માલ ન મોકલ્યો ન હતો તેમજ આરોપીને એડવાન્સ પેટે ચૂકવેલા માલના પૈસા રીફંડ પણ ન કર્યા હોવાની ગૌરવભાઈ ઠોરિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હતી

