HomeGujaratવિરપરમાં જમીન વિવાદમાં 4 શખ્સોએ પિતા-પુત્રને માર માર્યો

વિરપરમાં જમીન વિવાદમાં 4 શખ્સોએ પિતા-પુત્રને માર માર્યો

મોરબીના રવાપર રોડ પર યોગેશ્વર સોસાયટીમાં રહેતા ચુનીલાલ પરસોતમભાઈ નકુમની વીરપર ગામના સર્વે નંબર ૨૦૪ પૈકી ૦૧ તથા ૦૨ ની સયુકત ભાગીદારીની આશરે ૧૮ વિધા જમીન આવેલ હોય .ગત તા. ૧૭ ના રોજ ચુનીલાલભાઈના પિતા પરસોતમભાઈ નકુમ વાડીએ હોય દરમિયાન બપોરના સુમારે ચુનીલાલના કાકા શામજીભાઈ પણ જાર વાઢવા આવેલ હતા ત્યારે સાંજના સમયે વાડીમાં એક કાળા કલરની સ્કોપિયો કાર ધસી આવી હતી અને આ કારમાંથી વીરપર ગામના જ મેરૂભાઈ રામજીભાઈ ભુંભરિયા આવેલા ને તેની સાથે ત્રણ અજાણ્યા માણસો એ આવીને આ જમીન અમારી છે તમે લોકો અહી કેમ આવો છો તેમ કહેતા ચુનીલાલભાઈ એ કોર્ટમાં જે હુકમ કરશે તે અમોને માન્ય રહેશે તેમ કહેતા આરોપી મેરૂભાઈ સહિતના ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપવા લાગેલ દરમિયાન આરોપી મેરૂભાઈ એ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારી દેકારો કરતા આરોપી મેરૂભાઈ સહિતના શખ્સોએ જતા જતા ધમકી આપી હતી કે આ જમીનમાં આવશો તો તમને તમને બધાને જાનથી મારી નાખીશ તેમ કહી ગાડી લઈને જતા રહેલા હોવાની ચુનીલાલ ભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW