રાજ્યની તમામ સબ રજીસ્ટાર કચેરીઓ તા.૧૧/૦૩/૨૦૨૩,૨૫/૦૩/૨૦૨૩, ૦૪/૦૪/૨૦૨૩, ૦૭/૦૪/૨૦૨૩ અને ૦૮/૦૪/૨૦૨૩ ની જાહેર રજાના દિવસો એ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત રહેવાને કારણે ગરવી ગુજરાત વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મઇન્ટેનન્સ કરવાનું બાકી રહેલ ગયેલ હોવાથી તા.૨૪/૦૪/૨૦૨૩ અને ૨૫/૦૪/૨૦૨૩ ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરીની કારણે રાજ્યની તમામ સબ રજીસ્ટાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી તા.૨૪/૦૪/૨૦૨૩ અને ૨૫/૦૪/૨૦૨૩ ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે.
અગાઉ જે પક્ષકારોએ તા.૨૪/૦૪/૨૦૨૩ અને ૨૫/૦૪/૨૦૨૩ ના રોજની એપોઈમેન્ટ લીધેલ હોય તેઓ તા.૨૬/૦૪/૨૦૨૩ થી ૨૯/૦૪/૨૦૨૩ દરમ્યાન કોઈ પણ દિવસે તેમણે અગાઉ લીધેલ ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.

