મોરબીના લીલાપર રોડ પર આવેલ જેલ રોડ નજીક રહેતા અને તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી રવિભાઈ કીડીયા ના પત્ની મિતલબેને ગત રાત્રીના અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં પરિવારજનો બેશુદ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

