HomeGujaratમોરબી જિલ્લામાં રખડતા શ્વાને એક મહિના ૨૦૩ લોકોને ભર્યા બચકા 

મોરબી જિલ્લામાં રખડતા શ્વાને એક મહિના ૨૦૩ લોકોને ભર્યા બચકા 

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન રખડતા પશુઓ અને શ્વનનો ત્રાસ વધી રહ્યો છે.શહેરના માર્ગો પર અડિંગો જમાવીને બેસતા ગાય અને આખલાનાં કારણે અવાર નવાર અક્સ્માત થયા છે જેમાં કેટલાય ને નાની મોટી ઇજા પહોંચી છે તો કેટલીક વાહન ચાલકોનાં ઘટનામાં મોત પણ  નિપજયા છે.શહેરમાંથી તંત્ર હજુ રખડતા ઢોર હટાવી નથી શક્યું ત્યાં શેરી ગલીઓમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. શેરી ગલીઓમાં પડ્યા રહેતા a આ શ્વાન ક્યારેક વાહન ચાલકોની પાછડ દોટ મૂકે છે તો ક્યારેક રસ્તે ચાલીને જતા લોકોને અનેક વાર અચાનક શ્વાન પાછડ દોડવાથી વાહન ચાલક ગભરાય ને વાહન પુર ઝડપી ચલાવે છે અને કોઈ બીજા વાહન કે ચીજ વસ્તુઓ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાય છે.

આ સિવાય આ રખડતા શ્વાન નાના બાળકોથી લઈ મોટી ઉમરના તમામ લોકોને બચકા ભરે છે 

મોરબી જિલ્લામાં માર્ચ મહિનામાં ૨૦૩થી વધુ લોકોને શ્વાને બચકા ભરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.આ ૨૦૩ લોકોમાં અનેક નાના બાળકો શ્વાન આતંકનો ભોગ બન્યા છે

મોરબી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારોમાં તમામ સ્થળો વધતા જતા શ્વાનના આતંકને ઓછો કરવા ખસીકરણ કામગીરી કરવી જરૂરી છે.આ ઉપરાતં શહેરી વિસ્તારમાં શેરી ગલીઓમાં પડ્યા પાર્થ્યા રહેતા શ્વાનનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા પણ જરૂરી છે.જો તંત્ર દ્વારા આ રખડતા શ્વાનને પાંજરે પકડી સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત નહિ કરે તો આ હજુ પણ નિર્દોષ લોકો તેનો ભોગ બની શકે છે.જેથી જિલ્લાની ચારેય પાલિકા તંત્ર અને જિલ્લા વહિવટી તંત્ર ગ્રામ પંચાયત સાથે સંકલન કરી ગ્રામ્ય વિસ્તારોમાંથી રખડતા જંગલી શ્વાનના ત્રાસ થી મુક્તિ અપાવવા આયોજન કરે અને તેની કડક અમલ વારી હાથ ધરી લોકોને આવા શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવવા પ્રયાસ કરે તે જરૂરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW