ઝૂલતાં પુલ દુર્ધટનામાં જેલમાં બંધ ઑરેવા ગૃપનાં મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલની આજે અચાનક તબીયત લથડી હતી. તેઓને અચાનક ગભરામણ અને બેચેની જેવું લાગતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં તબીબોએ તેમની સારવાર કરી હતી અચાનક બ્લડ પ્રેશરની સમસ્યા હોવાનુ સામે આવ્યું હતું.ડોકટર દ્વારા તેમનું બ્લડ પ્રેશર તપાસી પ્રાથમિક સારવાર આપી હતી જે બાદ તેઓને ફરી મોરબી જિલ્લા સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.તબીબે આગામી સોમવારે ફરી ચેક અપ માટે બોલાવ્યા છે.જેથી આગામી દિવસોમાં ફરી હોસ્પીટલ ખાતે લાવવામાં આવશે.
ઉલ્લખેનીય છે કે જયસુખભાઈ પટેલ દ્વારા સેશન્સ કોર્ટમા રેગ્યુલર જામીન અરજી મૂકી છે અને તેના પર ગયા બુધવારે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેના પર આજે નિર્ણય આવવાનો હોય ત્યારે અચાનક તેમની તબિયત લથડતાં વાત વાયુ વેગે શહેરના પ્રસરી ગઈ હતી

