માળિયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામમાં રહેતા સોનલબેન દિનેશભાઈ મોરતરિયા નામની યુવતી નાં ઘર બહાર ભરત સોંડા ભાઈ નામનો શખ્સ કૂતરા ને મારતો હોય તેમજ જાહેરમાં ગાળો બોલતો હોય જેથી સોનલબેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો રકઝક કરી હતી બાદમાં ત્યાથી જતા રહ્યો હતો જોકે ફરી એકવાર રાત્રીના સાડા અગ્યારેક વાગ્યા વખતે આરોપી ભરત ધોકો લઈ આવી પહોંચ્યો હતો અને તેની સાથે તેનો ભાઈ કાના સોન્ડા ભાઈ પણ હતો જે કુહાડી લઈને યુવતીના ઘર પાસે આવી અમારી સામે ફરીયાદ કરવા જાવ છો તેમ કહી જગડો કરી ગાળો બોલી સોનલબેનના દાદા ગોરધનભાઈને ધોકા વડે માર મારવા લાગતા ફરિયાદી બચાવવા વચ્ચે પડતા આરોપી નંબર-૨ નાઓએ કુહાડીનો ઘા ફરીયાદી સોનલબેનના ડાબા હાથમા આંગળીના વચ્ચેના ભાગે મારતા ઈજા થતા થઈ હતી આ દરમિયાન આરોપી રાજેશભાઈ સોંડાભાઈ સત્રુધન ઉર્ફે દકુડો સોંડાભાઈ પાછળથી આવી ફરીયાદી તથા સાહેદ ગોરધનભાઈને ઢીકા પાટુનો માર મારી ગુન્હામા એકબીજાને મદદગારી કરી હતી બનાવ અંગે સોનલબેન દ્વારા માળિયા મિયાણા પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

