રાજ્યભરમાં વાતાવરણમાં આવતા બદલાવ વચ્ચે સિઝનલ ફૂલ ના કેસ વધી રહ્યા છે તો તેની સાથે સાથે ફરી એકવાર કોરોનાએ પણ માથુ ઉચક્યું છે ખાસ કરીને છેલ્લા 10 દિવસમાં ખૂબ ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે.મોરબી જિલ્લાલાની વાત કરીએ તો છેલ્લા 10દિવસોમાં 201 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.તેમાં પણ છેલ્લા સપ્તાહમાં કેસમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. આ વખતે મોરબી શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધુ જોવા મળ્યા છે.મોરબી જિલ્લામાં મોરબી શહેર અને ગ્રામ્ય મળી કુલ 151 જેટલા કેસ નોંધાયા હતા જેમાંથી 109 કેસ માત્ર મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા છે. મોરબી શહેરની વાત કરી તો દસ દિવસમાં 42નવા કેસ નોંધાયા હતા. અન્ય તાલુકાની વાત કરીએ તો ટંકારામાં17 કેસ ,માળિયામાં 13 કેસ નોંધાયા હતા તો હળવદમાં પણ11 કેસ સામે આવ્યા છે. વાકાનર શહેર અને ગ્રામ્ય મળી માત્ર 3 કેસ નોંધાયા છે. જિલ્લામાં નોંધાયેલ 201કેસમાંથી હાલ 36 જેટલા દર્દીઓ સ્વાસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જ્યારે 165 કેસ એક્ટિવ કેસ છે.
મોરબી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના નાં કેસ ચિંતા વધારી રહી છે જોકે લોકોમાં કોરોનાનો ડર પણ રહ્યો ન હોય તેમ કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી.લોકો માસ્ક પહેરવામાં આવતા નથી. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારમાં ભરાતી શાક માર્કેટ અને અલગ અલગ સ્થળે યોજાતા મેળાવાળામાં માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવતું નથી જેના કારણે કેસમાં વધારો થવાની સંભાવના વધી છે.
કૉરોનાંનાં કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સક્રિયતા દાખવે અને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે જાગૃતતા આવે સક્રિયતા દાખવે તે જરૂરી છે.
(બોક્સ)આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે લડવા સંપૂર્ણ તૈયાર છે લોકો સાવચેતી રાખે તે જરૂરી
મોરબી જિલ્લામાં કોરોના કેસ વધ્યા છે તે વાત સાચી છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેના પર કાબૂ આવે તેવા પ્રયાસ કર્યા છે.વધુને વધુ ટેસ્ટીગ કરવામાં આવી રહ્યા છે મોરબી ની સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે વોર્ડ તૈયાર છે. જોકે આ વખતે જે કેસ આવી રહ્યા છે તેમાં હોસ્પિટલમાં દાખલ થનાર ની સંખ્યા નહિવત છે મોટા ભાગના દર્દી હોમ આઈસોલેટ છે.આ વખતે પોઝિટિવ રેટ વધી રહ્યો છે તેને કંટ્રોલ કરવા લોકોમાં જાગૃતિ જરૂરી છે.લોકો ઘરની બહાર નીકળે તેવા સમયે માસ્ક જરૂરથી પહેરે તે પ્રાથમિક જરૂરિયાત છે.ભીડના જવાનું ટાળવું જોઇએ બહારથી ઓફિસ કે ઘરે જાય ત્યારે હાથ ધોવાનો આગ્રહ રાખવો જરૂરી છે.સતર્ક તા જ કોરોના ની ચેન તોડી શકે છે જેથી લોકો સ્વૈચ્છીક માસ્ક પહેરીને અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરે તે જરૂરી છે તેમ જિલ્લા એપેડમિક ઑફિસર ડો. ડી.વી બાવરવાએ જણાવ્યુ હતુ.

