HomeGujaratમોરબી પાલિકાના અંદાજપત્રનું કદ ગત વર્ષ કરતા 206.46 કરોડ ઘટ્યું, માત્ર 150...

મોરબી પાલિકાના અંદાજપત્રનું કદ ગત વર્ષ કરતા 206.46 કરોડ ઘટ્યું, માત્ર 150 કરોડનો ખર્ચનો અંદાજ

સૌરાષ્ટ્રની એ ગ્રેડની પાલિકાઓમાં સૌથી મોટી પાલિકા એવી મોરબી નગરપાલીકા ઝુલતા પુલની દુર્ઘટના બાદથી સાવ સુષ્ત રીતે ચાલતી મોરબી પાલિકામાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં આગામી વર્ષ 2023-24 ના વર્ષનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. જેના સભ્યો દ્વારા બે મુદાને પેન્ડીગ રાખી બાકીનો અંદાજપત્ર બહુમતીથી પસાર કર્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા થી લઈ કેન્દ્ર સરકર સુધીના બજેટના કદમાં દર વર્ષે વધારો થતો હોય્ છે જોકે મોરબી નગરપાલિકા બજેટમાં ઉલટી ગંગા વહેતી થઇ અને આ વર્ષના બજેટના કદમાં ગત વર્ષ કરતા ધરખમ ઘટાડો આવ્યો છે.

મોરબી પાલિકા દ્વારા વર્ષ 2022-23 વર્ષનું રૂ 357.35 કરોડનું અંદાજ પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું અને મંજુર પણ કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષના અંદાજપત્રમાં ધરખમ ઘટોડો નોધાયો છે અને આ વર્ષે બજેટનું કદ 150.93 કરોડનું અંદાજ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 150.93 કરોડની આવક જાહેર કરવમાં આવી હતી જેમાં મ્યુનિસિપલ રેઈટ અને ટેક્સીસ રૂપે 23.72 કરોડ,પરચુરણ આવક રૂ 23.89 કરોડ,સ્થાવર મિલકત આવક 10.35 કરોડ રાજ્ય સરકાર તરફથી સહાય રૂપે 89.19 કરોડ અને અસાધારણ આવક તરીકે રૂ 3.78 કરોડ અંદાજવામાં આવ્યા છે . પાલિકાને થનારા આવક સામે ખર્ચની વાત કરીએ તો સામાન્ય વહીવટ માટે 1.69 કરોડ,સ્થાનિક જકાત બાદ 70 લાખ,બીજા કર 1.05 કરોડ,વળતર 1 કરોડ,પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન પાછળ 8.89 કરોડ,ફાયર સેફટી ૩.30 કરોડ,રોશની શાખા માટે ૩.65 કરોડ,પાણી પુરવઠા વિભાગ માટે 10.20 કરોડ,કોન્ઝવન્સી 14.65 કરોડ,મેલેરિયા શાખા માટે 79 લાખ,જાહેર બગીચાના રખ રખાવ માટે 1.02 કરોડ,જાહેર બાંધકામ માટે 15.52 કરોડ,ભૂગર્ભ ગટર રૂ 7.30 કરોડ, લાયબ્રેરી માટે 6 લાખ,જાહેર બાલમંદિર માટે 20 લાખ,યુબીએસ ૩ લાખ,૩ લાખ પરચૂરણ ખરચ,સરકારની ગ્રાન્ટમાંથી થનારા આવકમાંથી રૂ 71 .49 કરોડ,જયારે 3.78 કરોડ અસાધારણ ખર્ચ મળી કુલ 150.89 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યા છે આ ખર્ચ ના અંતે પાલિકા પાસે 4 લાખની પુરાંત રહેશે તેવી હાલ બજેટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે.પાલિકા દ્વારા દર વર્ષના બજેટમાં રીવર ફ્રન્ટ,નટરાજ ફાટક ઓવર બ્રીજ, મોરબી મુખ્ય શહેર અનેસામા કથા વિસ્તારને જોડતા નવા બ્રીજ ,પીકનીક સેન્ટર સહિતના વિકાસ કામ અને તેના માટે સરકારની આવક અને ખર્ચ બજેટમાં રજુ કરવામાં આવતા હતા જોકે આ વર્તેષના બજેટમાં આ તમામ ખર્ચ કે આવક બજેટમાં સમાવવામાં આવ્યા નથી


ઝુલતા પુલ દુર્ઘટના બાદથી મોરબીમાં નવા વિકાસ કામને બ્રેક લાગી ગઈ છે ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન કે મુછાર દ્વારા માત્ર રોજીદી અને ઈમરજન્સી પ્રકારના ખર્ચની મંજુરી આપવામાં આવી રહી હતી ત્યારે આ બજેટ બાદ ફરી લાંબા સમયથી પેન્ડીગ પડેલા કામની જાહેરાત થશે તેવી આશા સેવાઈ રહી હતી જોકે આ વખતે એક પણ નવા કામની જાહેરાત કરવામાં આવી નથી તો અગાઉ બજેટમાં જે પણ વિકાસ કામની જાહેરાત અને તેના માટે આવક અને ખર્ચ જાહેર કરવામાં આવ્યા હતા તે પણ આ વખતના બજેટમાંથી ગાયબ જોવાં મળી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW