મોરબીના ઉંચી માંડલ ગામે એચ.એલ. સોમાણી ફાઊન્ડેશન અને હેલ્પએજ ઈન્ડિયા મોરબી દ્વારા સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યા રક્ત દાતા આવી પહોંચ્યા હતા અને ઉત્સાહથી બ્લડ ડોનેશન કર્યું હતું.
એચ.એલ. સોમાણી ફાઊન્ડેશન અને હેલ્પએજ ઈન્ડિયા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોનો સારો સહકાર મળતા 40 બોટલ રક્ત એકત્ર થયું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકોર્ડ સિરામીકના સંચાલક નરભેરામભાઈ સરડવા, મેગા સિટીના સંચાલક પ્રકાશભાઈ કાનેટીવા, ઉંચી માંડલ ગામના સરપંચ રવિરાજસિંહ પરમાર, ઉંચી માંડલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ધનજીભાઈ કુંડારીયા હાજર રહ્યા હતા અને દિપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. રક્તદાન શિબિરને સફળ બનાવવા શાળાના શિક્ષિકા પ્રજ્ઞાબેન, 108 ટીમના પાઈલોટ હનીફભાઈ, ઇએમટી ઉર્વશીબેન, હેલ્પએજ ઈન્ડિયાના સ્ટાફ અને ગામના સરપંચ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

બ્લડ ડોનેટ કરવા માટે આવનાર માટે ચા-નાસતાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોનરોને સિવિલ બ્લડ બેંક તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

