HomeGujaratરાહુલ ગાંધીના સાસંદ પદ રદ થવા મુદે મોરબીમાં કોંગ્રેસ આગેવાનોએ કર્યા ધરણા,

રાહુલ ગાંધીના સાસંદ પદ રદ થવા મુદે મોરબીમાં કોંગ્રેસ આગેવાનોએ કર્યા ધરણા,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળથી વાયનાડ બેઠકના લોકસભાના સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા માનહાની કેસમાં દોષિત જાહેર કર્યા હતા જે બાદ કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી હતી જોકે તેમના વકીલ દ્વારા ઉપલી કોર્ટમાં અપીલ માટે સમય માગતા કોર્ટે તાત્કાલિક જામીન આપ્યા હતા

બીજી તરફ કોર્ટ દ્વારા સાંસદને ચુકાદાની કોપી સોપવામાં આવ્યા બાદ સંસદના જોઈન્ટ સેક્રેટરી દ્વારા લોક સભા સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટના આદેશના બીજા જ દિવસે સભ્ય પદેથી ડીસ્ક્વોલીફાઈડ કરી દિધા હતા રાહુલ ગાંધીને સાંસદ પદેથી ડીસ્ક્વોલીફાઈડ કરવામાં આવતા દેશભરમાં કોંગ્રેસ જિલ્લા અને તાલુકા કક્ષાએ વિરોધ પ્રદશન કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબીમાં પણ જિલ્લા કોંગ્રેસ દ્વારા સનાળા રોડ ખાતે આવેલ સરદાર પટેલ પ્રતિમા સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુન્બિયા, જિલ્લા મહામંત્રી મહેશ રાજ્યગુરુ, કે ડી બાવરવા તેમજ કોંગ્રેસ અગ્રણી સહિતના ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનની જાણ થતા મોરબી પોલીસની ટીમ ધરણા સ્થળે દોડી ગઈ હતી અને કોંગી અગ્રણીઓની ધરપકડ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW