HomeGujaratમોરબીના રવાપર ચોકડી પાસે પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી

મોરબીના રવાપર ચોકડી પાસે પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી

મોરબીમાં ટ્રાફીક થી દિવસ રમતા ધમધમતા રવાપર ચોકડી પાસે કેનાલ નજીક નવ નિર્મિત કોમર્શિયલ કોમ્પલેક્ષ બહાર પાર્કિંગમાં રાખેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.કારમાં આગ લાગતા મોરબી ફાયરની ટીમ તુરંત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે આગમાં ઘણું નુકશાન થયાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી જેથી સ્થાનિકોએ અને ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW