હળવદના રાણેકપર ગામના વતની વિક્રમભાઈ રણછોડ રાજપરા નામનો યુવક ગામમાં હતો તે દરમિયાન નવઘણ ગણેશભાઈ ઉડેચા આવી પહોચ્યા હતા અને તારા પિતાજી ગ્રામ પંચાયતની અવિશ્વાસ પ્રસ્તાવ માટે બોલાવેલી મીટીંગમાં કેમ હાજર ન રહ્યા તેમ જણાવી યુવકનો કાઠલો પકડી લીધો હતો અને ગાળો આપી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો સાથે સાથે યુવકને જાહેરમાં ફડાકા મારી દીધા હતા .આ દરમિયાન નવઘણભાઈનો પુત્ર રાજુ નવઘણ ઉડેચા લોખંડના પાઈપ સાથે ધસી આવ્યો હતો. યુવકને ધમકી બનાવ અંગે હળવદ પોલીસે નવઘણ ગણેશ ઊડેચા અને તેના પુત્ર રાજુ નવઘણભાઈ ઉડેચા વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ એસ સી એસટી ડીવાય એસપી પી એ ઝાલા ચલાવી રહ્યા છે

