HomeGujaratમોરબીના મહેન્દ્રનગર નજીક બેટરી દુકાનમાં આગ ફાટી નીકળી લાખોનો મૂદામાલ બળીને ખાખ

મોરબીના મહેન્દ્રનગર નજીક બેટરી દુકાનમાં આગ ફાટી નીકળી લાખોનો મૂદામાલ બળીને ખાખ

મોરબીના મહેન્દ્રનગર રોડ પર સર્કીટ હાઉસ ખાતે આવેલ પવનસુત બેટરી પાસે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ અચાનક કોઇ કારણસર આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે આખે આખી દુકાનને પોતાની ઝપટમાં લઇ લીધી હતી જે બાદ રસ્તા પર નીકળતા કોઈ વ્યક્તિ દુકાન માલિકને જાણ કરતા દુકાન માલિક કિશોરભાઈ દુકાને દોડી ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર મનોજભાઈ ગરવા,કેતનભાઈ પ્રજાપતિ તેમજ અજય ટાંક સહિતના ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવમાં દુકાનમાં રાખેલી બેટરી ઉપરાંત ફર્નીચર સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW