મોરબી માળિયા નેશનલ હાઇવે પર આવેલા લક્ષ્મી નગર નજીકનાં રોટરી નગરમાં રહેતા મોતી ભાઈ ચકુભાઈ પુરબિયા નામના શ્રમિકનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરના તાળા તોડી તિજોરીસુધી પહોંચી ગયા હતા અને તેમા રાખેલ રૂ.50 હજારનાં સોના ચાંદીના દાગીના તેમજ રૂ.1,40,000 રોકડા સહિત કુલ1,90,000 નાં મુદ્દામાલ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અને બનાવ અંગે મોતી ભાઈ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખસો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

