HomeGujaratમોરબીમાં તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત આચાર્ય સાથે બેઠક યોજી

મોરબીમાં તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત આચાર્ય સાથે બેઠક યોજી

મોરબી ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા મોરબી જિલ્લાના વિવિધ તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યઓની તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં CDHO ડો.કવિતા જે.દવે દ્વારા તાલીમની શરુઆતમાં કાર્યક્રમને અનુરુપ માર્ગદર્શન આપવમ આવ્યું હતું ત્યારબાદ એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.દિપક બાવરવા દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમિક તમાકુના વ્યસનનુ પ્રમાણ, અટકાયતી પગલા, તમાકુ નિયંત્રણ કાર્યક્રમનો હેતુ, તમાકુ છોડવા માટેના ઉપાયો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ અને કાર્યક્રમના અંતે સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા શાળાના આચાર્યઓને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ મુકત શાળા અભિગમ કેળવવા તથા તે અંગે ખાસ પોતાની શાળામાં એક અભિયાન ચલાવવા માટે માહિતગાર કર્યા હતા અને અંતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ આચાર્યઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW