HomeGujaratમોરબી એસીબીએ રાજકોટ તાલુકાના સણોસરા ગામના સરપંચના પુત્રને 1.5 લાખની લાંચ લેતા...

મોરબી એસીબીએ રાજકોટ તાલુકાના સણોસરા ગામના સરપંચના પુત્રને 1.5 લાખની લાંચ લેતા ઝડપી લીધો

રાજકોટ તાલુકાના સણોસરા ગામમાં શ્રીનાથજી પોલીટેક નામની ફેક્ટરીના સેડ નો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને તેના માટે ગ્રામ પંચાયત પાસેથી બાંધકામની મંજુરી મેળવવાની હતી જેથી તેમણે ગ્રામ પંચાયતમાં બાંધકામ અરજી માટે અરજી કરી હતી સણોસરા ગામમાં સરપંચ તરીકે જુબેદાબેન રઝાકભાઈ હોય ફરિયાદી મહિલા સરપંચને મળ્યા ત્યારે મહિલા સરપંચે તેમના પુત્ર રાહીદ રઝાકભાઈ પાસે મોકલ્યા હતા રાહીદ ગ્રામ પંચાયતના કામ કરતો હોય જેથી તેઓએ રાહીદને મળ્યા હતા અને બાંધકામ માટે અરજી કરી હોય અને મંજુરી માગી હતી જોકે રાહીદે મંજુરી આપવા 2.5 લાખની લાંચ માગી હતી .જોકે બન્ને રકઝક 1.50 લાખની નક્કી આપવાનું નક્કી થયું હતું અને લાંચ આપવા વાંકાનેરના ગુલશન પાર્ક મેઈન રોડ વિસ્તારમાં આવેલ આર કે વોટર સપ્લાય પાસે બોલાવ્યા હતા જોકે ફરિયાદીને લાંચ ન આપવી હોય જેથી તેમણે મોરબી એસીબીને જાણ કરતા મોરબી એન્ટી કરપ્શન બ્યુરોના પી આઈ જે એમ આલ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. જે બાદ ફરીયાદી રૂપિયા લઇ બતાવેલી જગ્યાએ પહોચતા આરોપી રાહીદ લાંચ લેવા પહોચ્યો હતો અને એસીબીએ રૂ 1.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW