HomeGujaratમોરબીના ખોખરાધામ જતા રસ્તા પર અજાણ્યા યુવકની હત્યા

મોરબીના ખોખરાધામ જતા રસ્તા પર અજાણ્યા યુવકની હત્યા

મોરબી તાલુકાના પીપળી ગામથી ખોખરાધામ જવાના રસ્તે આવેલ ઈટુના ભટ્ઠા નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી જે બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસની ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહની તપાસ કરતા બોથડ પદાર્થ મારી ગંભીર ઈજા પહોચાડી હત્યા કરાયી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવતા અજાણ્યા યુવકની હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે પ્રથમ એડી નોધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં જે સ્થળેથી લાશ મળી આવી હતી તેની આસપાસ આવેલ ઇટના ભઠ્ઠાની તપાસ કરતા યુવકની અશોક સુખાભાઈ કોળી અને જીતેશ સીતાપરા નામના શખ્સોએ પાવડાના ઘા ઝીકી હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક યુવક આરોપી પાસે આવ્યો હતો અને તેને કામ પર કેમ રાખતા નથી તેમ કહી તેઓ સાથે ઝઘડો કર્યો હતો અને તેની સાથે મારામારી કરવા લાગતા બન્ને આરોપીએ પાવડાના હાથાથી ઘા મારતા તેનું મોત થયું જેથી તેને મરણ હાલતમાં મુકીને ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે વિજયઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરાએ અશોક કોળી અને જીતું સીતાપરા વિરુધ્દ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW