HomeGujaratમોરબી જિલ્લાના 23 હજાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે, શિક્ષણ વિભાગે તૈયારી કરી...

મોરબી જિલ્લાના 23 હજાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે, શિક્ષણ વિભાગે તૈયારી કરી તેજ

વિદ્યાર્થી જીવનમાં ધો.10 અને 12 શૈક્ષણિક કારકિર્દી ઘડવા માટે મહત્વના ગણાતા હોય છે અને તેના પરથી ભવિષ્યની કેડી પર વિદ્યાર્થી આગળ વધતો હોય છે. જો કે આ પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, માતા પિતા માટે પણ ટેન્શન વધારી દેનારી હોય છે. ચાલુ વર્ષે 14 માર્ચ થી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે જિલ્લામાં બાળકો શાંતિપૂર્ણ અને કોઈ મુશ્કેલી વિના પરીક્ષા આપી શકે તે માટે તૈયારી ઝડપી કરી દીધી છે.


બોર્ડ દ્વારા જ્યારે બાળકોને રિસિપ્ટ નું વિતરણ કરે તે દિવસથી પરીક્ષાના અંતિમ દિવસ સુધી કોઈ ચૂક વિના પરીક્ષા યોજવ જિલ્લા શિક્ષણ વિભાગે કમર કસી છે. જિલ્લાની અલગ અલગ શાળાની સંખ્યા ઉપરાંત દરેક બ્લોક, તેમાં જરૂરી બેઠક વ્યવસ્થા, શાળામાં પીવાના પાણી ટોયલેટ ઉપરાંત બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા અંગે તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પરીક્ષા દરમીયાન ફરજ બજાવનાર સ્ટાફ ,જેમાં ક્લાસ સુપર વાઈઝર, શાળાના મુખ્ય નીરક્ષક , ઝોનલ વિભાગ પેપર રવાનગી સ્ટાફ સહિતના વગેરે અંગે જરૂરી તેજ ગતિએ તૈયારી ચાલી રહી છે

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજિત 23 હજાર કરતાં પણ વધુ બાળકો ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે તેવી સંભાવના સેવાઈ રહી છે અને આ સંખ્યાને ધ્યાને લઇ બ્લોક અને શાળા નક્કી કરવામાં એવી રહી છે
જેમાં ધોરણ 10 નાં માટે અંદાજિત 46 બિલ્ડિંગ અને 472 બ્લોક, ધોરણ12 સામાન્ય પ્રવાહ માટે 28 બિલ્ડિંગમાં 265 બ્લોક ધોરણ 12વિજ્ઞાન પ્રવાહ માટે 8 બિલ્ડિંગમાં 88 બ્લોકનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે જોકે આ અંગે સચોટ આંક બોર્ડ દ્વારા સતાવાર આંક જાહેર થયા સામે આવી શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW