રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીના ભાવમાં બમણો વધારો ઝીંકી દીધો હતો.અને તેના કારણે દસ્તાવેજ નોંધણીમાં બ્રેક લાગી ગઈ હતી મોરબીમાં પણ જે વકીલો દ્વારા આગાઉ થી ટોકન લીધા હતા તેટલા જ દસ્તાવેજ નોંધણી થઈ હતી સપ્તાહ દરમિયાન નવા દસ્તાવેજ નોધણી ન થતાં જાણે રાજ્ય સરકાર બેંક ફૂટ પર આવી ગઈ હોય તેમ તાત્કાલિક અસરથી નવી જંત્રી અમલ કરવા મુદત આપી દીધી હતી. અને નવી જંત્રીની અમલવારી આગામી 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છેરાજ્ય સરકાર દ્વારા નવી જંત્રી લાગુ કરવા સમય વધારતા અચાનક બંધ થયેલ દસ્તાવેજ નોંધણી ફરી એકવાર શરૂ થઈ ચૂકી છે અને આ વખતે આગાઉ કરતા દોઢ ગણી નોધણી થવા લાગી છે.સામાન્ય દિવસોમાં દલ મોરબી સબ રજિસ્ટ્ટ્રાર કચેરીમાં દૈનીક સરેરાશ 60થી 65 દસ્તાવેજ નોંધણી થઈ રહી હતી તે વધીને હાલ 100થી110 જેટલા દસ્તાવેજ નોંધણી થઈ રહી છે હાલ મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી વધી જવાના કારણે ટોકન પણ ઉપલબ નથી થતાં હાલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં 1માર્ચ સુધીના ટોકન બુક થઈ ગયા છે.જેથી હાલ ઘણા મિલ્કત ધારકો નવી જંત્રી લાગુ પડે તે પહેલા દસ્તાવેજ નોધણી કરવા તમામ પ્રયાસ કરી રહ્યા છે કારણ કે જો આ મુદત પૂર્ણ થયા પહેલા તેમના દસ્તાવેજ નોધણી નહિ થાય તો બમણી રકમની જંત્રી ભરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેથી મિલકત ધારકો તેમના દસ્તાવેજ નોધણી કરવા તલ પાપડ થઈ રહ્યા છે. હાલ દસ્તાવેજ નોધણી કરવા અનેક લોકો વેઇટિંગમાં હોવાથી મોરબીમાં રેવન્યુ બાર એસોસિયેશન પણ વહેલી તકે એપોઇમેન્ટ મેળવી દસ્તાવેજ નોધણી કરાવવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ગરવી-૨ પોર્ટલમાં દસ્તાવેજ નોંધણી માટે એપોઇનમેન્ટ લેવા માટેના સ્લોટ પૂરા થયેલ હોવાથી તે થઈ શક્યું નથી જેથી ગરવી 2 પોર્ટલના સ્લોટની સંખ્યામાં વધારો કરવામાં આવે સાથે સાથે નોંધણીની કામગીરી માટે સવારે ૯ થી સાંજે ૦૭ : ૩૦ સુધીનો સમય કરવા માટે રેવન્યુ બાર એસોસીએશન મોરબી દ્વારા માંગ કરવામા આવી છેરેવન્યુ બાર એસોના પ્રમુખ પીયુષ એમ રવેશિયાએ સબરજીસ્ટ્રાર કચેરી મોરબીના નોંધણી નિરીક્ષકને રજૂઆત કરી જણાવ્યું છે કે આગામી તા. ૧૫ એપ્રિલથી નવા જંત્રી દર લાગુ થવાની સરકારના ઠરાવની હકીકતથી આપ વાકેફ છો અને નાણાકીય વર્ષ પૂરું થવામાં હોય દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણી માટે લોકોનો ઘસારો રહેતો હોય છે જે બંને કારણોથી હાલ દસ્તાવેજ નોંધણીના ટોકન-એપોઇનમેન્ટ બૂક થવાની સંખ્યામાં ખુબ વધારો થયો છે અને હાલ તા. ૦૧ માર્ચ સુધીના ટોકન બૂક થઇ ગયા છે અને વેઈટીંગ વધતું જાય છે જેથી ટોકન સ્લોટની સંખ્યામાં વધારો કરવાની વડી કચેરીએ દરખાસ્ત કરવામાં આવે અને નોંધણી કામગીરી માટે સવારે ૯ થી સાંજે ૦૭ : ૩૦ સુધી ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે

