મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી આજથી 5 વર્ષ પહેલા સગીર વયની હતી ત્યારે પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો યુવક સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ફ્રેન્ડશીપ કરી હતી અને તે દરમિયાન તેની સાથે શરીર સંબંધ રાખ્યો હતો બાદમાં જયારે આ સગીરા પુખ્તવયની થઇ ત્યારે on તેની સાથે એક મકાનમાં તેના પતિની જેમ રહેવા લાગ્યો હતો યુવતીએ અવાર નવાર લગ્ન કરવા જણાવ્યું હોવા છતાં આરોપીએ લગ્ન કરી લેશે તેવી લાલચ આપી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું અનેકવાર આ રીતે લાલચ આપતા હોવાથી યુવતીએ પ્રતીપાલને લગ્ન કરવા દબાણ કરતા આરોપીએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેને ગાળો આપી ઘરેથી નીકળી ગયો હતો જે બાદ તેનો સંપર્ક થઇ શકતો ન હતો જેથી યુવતીએ તેના ભાઈ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને તેના ભાઈ વિશે પૂછતાં તેને યુવતીને ગાળો આપી ફોન કરી કરવા ધમકી આપી હતી જે બાદ યુવતીએ આરોપી ઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેથી બનાવ અંગે તાલુકા પોલીસે યુવતીની ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

