HomeGujaratમોરબીમાં ફળીયામાં લાઈટ ફીટ કરવા મુદે ઝઘડો થતાં મોટાભાઇએ કરી નાનાભાઈની હત્યા

મોરબીમાં ફળીયામાં લાઈટ ફીટ કરવા મુદે ઝઘડો થતાં મોટાભાઇએ કરી નાનાભાઈની હત્યા

મોરબી પોલીસ ભલે કાયદો અને વ્યવસ્થાની બાબતમાં સબ સલામત હોવાનો દાવો કરે પણ હકીકતમાં ગંભીર ગુન્હાની ઘટના સતત વધી રહી છે મળતી માહિતી મુજબ મોરબીના બી ડિવિઝન પોલીસ મથકમાં આવતા સોઓરડી વિસ્તારના ચામુંડાનગરમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોલંકી નામના ૨૮ વર્ષીય યુવકના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકીની તેમના ભાઇજી અમરશીભાઈ જેઠાભાઈ સોલંકી દ્વારા હત્યા કર્યાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી

પ્રકાશભાઇના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી અને આરોપી અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી બન્ને સગાભાઈ થતા હોય અને બન્ને ભાઈઓ વચ્ચે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોય ત્યારે લાઈટનું મીટર આરોપી મોટાભાઇ અમરશીભાઈના ઘરમાં હોય તેથી નાનાભાઈ પ્રેમજીભાઈ ગત તા.14ના રોજ મોટાભાઈ અમરશીભાઈના ઘરે ફળિયામાં લાઈટ બાબતે વાત કરવા ગયા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મોટાભાઇ અમરશીભાઈ સોલંકીએ ગાળો બોલી ઉશ્કેરાય જઈને છુટા ઈંટોના ઘા તેમજ લોખડના ફરમાના ઘા અને લાકડાના ઘા નાનાભાઈ પ્રેમજીભાઈના માથામાં અને શરીરે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી ગંભીર હાલતમાં તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબી અને રાજકોટ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.17ના રોજ મોડી રાત્રે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમજીભાઈ સોલંકીનું મોત નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW