HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં વધુ 2 આરોપીની જામીન અરજી પર આવતીકાલે નિર્ણય

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં વધુ 2 આરોપીની જામીન અરજી પર આવતીકાલે નિર્ણય

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં એક પછી એક આરોપીઓની સેસન્સ કોર્ટમાં જામીન અરજી પડી રહી છે અને જેના પર કોર્ટના નિર્ણય આવી રહ્યા છે અગાઉ 7 આરોપીઓની જામીન અરજી સેસન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા તો ગત શનિવારે બ્રીજનું મેન્ટેનસ કરનાર દેવ પ્રકાશ સોલ્યુશનના સંચાલક દેવાંગ પરમાર અને પ્રકાશ પરમાર દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી જેના પર આજે સેસન્સ જજ પી સી જોશીની કોર્ટમાં જામીન અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી

જેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તેમના અસીલ ફરિયાદિમાં આરોપી તરીકે જાહેર કર્યા છે તેઓને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. તેમના અસીલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે તેમના અસીલ પ્રકાશભાઈનું કોન્ટ્રાક્ટમાં સહી નથી તેમજ તેમણે માત્ર ફલોરિંગનું કામ કરેલ છે અને તેમાં વપરાયેલ મટીરીયલ ઉચ્ચ ગુણવતાનું હતું બ્રીજ ખરાબ કેબલ અને ઓવર લોડીંગના કારણે તુટ્યો છે. તેમે તેમનો કોઈ કસુર નથી આ ઉપરાંત તેમના અસીલ છેલ્લા ત્રણ માસથી જેલમાં હોય અને તેઓ પરિવારના મુખ્ય વ્યક્તિ હોય તેઓની ઉમરને ધ્યાને લઇ તેમને રેગ્યુલર જામીન પર છોડવા માંગ કરી હતી

બીજી તરફ સરકારી વકીલ દ્વારા આં જામીન અરજીનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે ઝુલતા પુલનું સંપૂર્ણ રીનોવેસન યોગ્યરીતે કે ટેકનીકલ એક્સપર્ટની સલાહ વિના કે લોકોની સુરક્ષા માટે જરૂરી સાધન સામગ્રી ઉપયોગ કરવાના બદલે પાલિકા સાથે થયેલા કરાર મુજબ રીપેરીંગ કરવાના બદલે ઓરેવાના એમડી જયસુખ પટેલને સારું લાગે તેવું કામ કર્યું છે જયસુખ પટેલ કોઈ ટેકનીકલ એક્સપર્ટ નથી આ ઉપરાંત બ્રીજ સંપૂર્ણ પણે રીપેરીંગ થયો છે કે નહી તેનું સમ્પૂર્ણ સ્ટ્રેન્થ ટેસ્ટ કર્યા વિના બ્ર્રીજ રીપેર થયો તેમ પોતાની રીતે નિર્ણય લીધો અને લોકો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે 135 જેટલા લોકોની મોતમાં આરોપીઓ ની પણ ગંભીર બેદરકારી છતી થઇ છે તેમ જણાવી આરોપીઓના જામીન અરજી નામંજુર કરવામાં આવે તેવી માંગણી કરી હતી

બન્ને પક્ષની દલીલ સાંભળી કોર્ટે આ જામીન અરજીનો નિર્ણય આવતીકાલ સુધી મુલતવી રાખ્યો હતો આવતીકાલે આરોપીઓને જામીન મળશે કે નહી તેનો ખ્યાલ આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW