મોરબી શહેર અને આસપાસના સિરામિક ઝોન વિસ્તારમાં લોકોના ખિસ્સા કે હાથમાંથી મોબાઈલની ચીલઝડપ થવાની ઘટના સતત વધી રહી છે ક્યારેક પોલીસ મથકમાં ફરિયાદ નોધાય છે તો કેટલાય કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોધાતી નથી ત્યારે પોલીસે આવા ચીલઝડપ કરતા શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. મોરબી એલસીબીની ટીમ ટેકનીકલ સેર્વેલ્ન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી આવા તત્વોની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ આવા ચોરાઉ મોબાઈલ સાથે ફરતો હોય અને આ મોબાઈલ વેચવાની ફિરાકમાં હોય જેથી પોલીસે બાતમી વાળા સ્થળે વોચ ગોઠવી હતી અને જેવો આરોપી આવ્યો કે તુરત તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કાનજી ઉર્ફે કાનો રમેશભાઈ ચાવડા સામાકાઠે રામ કૃષ્ણ નગરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું જોકે તેની પાસે રહેલા મોબાઈલના કોઈ પુરાવા ન મળતા તેની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ તાજેતરમાં જાંબુડીયા પાસેથી તેના મિત્રો સાથે મળી મોબાઈલ પડાવી લીધા હોવાની કબુલાત આપી હતી
આરોપીની પૂછપરછ કરતા અગાઉ રંગપર બેલા ઘૂટું રોડ લખધીરપુર રોડ સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના સમયે કામ પરથી પાછા ફરતા લોકોને તેના મિત્રો સાથે મળી ઘેરી લેતા અને તેની નજર ચૂકવી મોબાઈલની ચીલ ઝડપ કરતા હતા પોલીસે આરોપીની પૂછપરછ આધારે અગાઉ ચોરાયેલ 23 જેટલા મોબાઈલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

