HomeGujaratરાજકોટ : જુના ઝઘડાનું મનદુઃખ રાખી કરાઈ યુવકની છરીના ઘા ઝીકી કરાઈ...

રાજકોટ : જુના ઝઘડાનું મનદુઃખ રાખી કરાઈ યુવકની છરીના ઘા ઝીકી કરાઈ હત્યા.

રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ આંબેડકર નગરના ગેટ પાસે બુધવારે રાત્રે એક યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી બનાવની જાણ થતા રાજકોટ સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતકના પરિવાર જનોના નિવેદન નોધી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં જુના ઝઘડાનું મનદુઃખ રાખી હત્યા કરવામાં આવી હતી

નવા થોરાળામાં સ્વામિનારાયણ સ્કૂલ સામે રહેતો સિધ્ધાર્થ જીવણભાઈ મકવાણા (ઉ.વ.21) રાત્રિના 11 વાગ્યે આંબેડકરનગરના ગેટ પાસે હતો ત્યારે કેટલાક શખ્સો તેની પાસે ધસી ગયા હતા.અને માથાકૂટ શરૂ કરી હતી. થોડીજવારમાં મામલો તંગ થઈ ગયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સોએ સિધ્ધાર્થને છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા.

ઘટનાના પગલે લોકોને ટોળાં એકઠાં થઈ જતાં હુમલોખોરો નાસી છૂટ્યા હતા. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાના પગલે થોરાળા પીઆઈ જેઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પીઆઈ જેઠવાએ જણાવ્યું હતું કે, સિધ્ધાર્થ મનપાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતો હતો. અગાઉના ઝઘડાના મનદુ:ખમાં હત્યા થયાનું ખુલ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW