મોરબીના તાલુકાના બેલા આમરણ ગામમાં રહેતી એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી જે બાદ પરિવારજનોએ મોરબીની 108ની ટીમને જાણ કરતા ગર્ભાને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં વધુ દુઃખાવો ઉપડતા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી હતી.
મળતી માહિતી પ્રમાણે ગઈકા1લે 31 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બેલા (આમરણ) ગામે આદિવાસી બહેન સુરતીબેનને પ્રસુતિની પીડા ઉપડતાં 108ને ફોન કરવામાં આવ્યો હતો. મોરબીના આમરણ લોકેશનથી ઈએમટી નીતેશભાઈ ભીમાણી, પાયલોટ ભાવેશભાઈ ગોસાઈ બેલા (આમરણ) ગામે જવા રવાના થયા હતા. અને ત્યાંથી સગર્ભાને 108માં મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં પ્રસુતિની પીડા વધી જતાં એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલીવરી કરવામાં આવી હતી. હાલ માતા અને બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે અને બન્નેની તબિયત હાલ સ્થિર છે.

