મોરબ શહેરની દર્દનાક ઘટના કહી શકાય તેવી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી પર સુનવણી હાથ ધરવમાં આવી હતી લગભગ દોઢ કલાક જેટલો સમય આ કેસની સુનવણી ચાલી હતી જેમાં સૌ પ્રથમ બચાવ પક્ષના વકીલ દ્વારા કેટલા આરોપી દ્વારા જામીન અરજી મુકવામાં આવી છે અને ક્યાં વકીલ કોના વતી દલીલ કરશે તેની જાણકારી આપી હતી અને વકીલોએ પોતાનું વકીલાત નામું રજુ કર્યું હતું, બાદમાં તેમના અસીલોની જામીન અરજી કરી હતી અને ક્યાં કારણોસર તેઓ જામીનના હકદાર છે તેમ જણાવ્યું હતું.
ઓરેવાના મેનેજર દીપક પારેખ અને દિનેશ દવે તરફી દલીલ કરતા વકીલે મેજીસ્ટ્રેટને જણાવ્યું હતું કે તેમના અસીલની જવાબદારી માત્ર જુલતા પુલના રીનોવેશન માટે આવતા સામાન ખરીદ વેચાણ કરવા તેમજ તેના બીલની ચુકવણીની હતી સાથે સાથે કોન્ટ્રકટ મુજબ કામ થાય છે કે નહી તે જોવાનું હતું પુલ ચાલુ કરવો કે નહી ક્યારે ચાલુ કરવો તે અંગેની તેમની પાસે કોઈ સત્તા ન હતી
તો સિક્યુરીટી ગાર્ડનો બચાવ કરતા તેમના વકિલે દલીલ કરી હતી કે તેમના અસીલ પ્રોફેશનલ સિક્યુરીટી ગાર્ડ નથી તેઓ ફેક્ટરીમાં લોડ અનલોડ કરવાની કામગીરી કરે છે ફેક્ટરીમાંથી તેમના ઉપરી અધિકારી એ ઝુલતા પુલમાં જવાનું કહેતા તેઓ ત્યાં ગયા હતા કેટલા લોકોને જવા દેવા કે ન જવા દેવા તે અંગે કોઈ સુચના આપવામાં આવી ન હતી
તો ટીકીટ ક્લાર્કનો પણ બચાવ કરતા વકીલે જણાવ્યું હતું કે કેટલી ટીકીટ કાપવી કેટલી ન કાપવી તેવી સુચના ન હતી લોકો આવે તો તેમને ટીકીટ આપવાનું અને ટીકીટ લેનાર લોકોને જવા દેવાનું તેમનું કામ હતું.
બીજી તરફ સરકારી વકીલ દ્વારા અરજીનો સખ્ત વિરોધ નોધાવ્યા હતો અને કેસની હજુ ટ્રાયલ્ શરુ થવાની બાકી હોય પોલીસ તપાસ પણ હજુ સંપૂર્ણ પણે પૂરી થઇ ન હોય જો તેમને જામીન આપવામાં આવશે તો તપાસમાં અસર થવાની સંભવાના પણ વ્યક્ત કરી હતી બન્ને પક્ષની દલીલો મેજીસ્ટ્રેટ દ્વારા સાંભળવામાં આવી હતી અને જામીન અરજી પરનો નિર્ણય 4 ફેબ્રુઆરી સુધી સુરક્ષિત રાખ્યો હતો

