HomeGujaratજુલતા પુલ દુર્ઘટનામાં સેવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓનુ પ્રજાસતાક પર્વમાં...

જુલતા પુલ દુર્ઘટનામાં સેવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓનુ પ્રજાસતાક પર્વમાં સન્માન કરાયું

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મોરબી જુલતા પુલ દુર્ઘટના સમયે બચાવ તેમજ રાહત કામગીરી માં અનન્ય સેવા પ્રદાન કરવા માં આવી હતી જે બદલ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કક્ષા ના પ્રજાસતાક પર્વ ની ઉજવણી દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, નિર્મિતભાઈ કક્કડ સહીત નાં અગ્રણીઓનુ સન્માન પારિતોષિક અર્પણ કરી સન્માન કરવા માં આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા કલેક્ટર પંડ્યા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જલારામ મંદિર દ્વારા કોરોનાની મહામારી માં પણ એક લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, કોવિડ કેર સહીત ની સેવાઓ પ્રદાન કરવા માં આવી હતી. મોરબી જલારામ મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર,સામુહીક અસ્થિ વિસર્જન, શબવાહિની સેવા, અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, દર મહીનાની ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ, પદયાત્રીઓની સેવા, બ્લડ ડોનેશન, મેડિકલ સાધનો ની સેવા, ફ્રિઝ શબ પેટી સહીત ની સેવાઓ અવિરતપણે સમાજ ને પ્રદાન કરવા માં આવે છે ત્યારે જીલ્લા કક્ષા નાં પ્રજાસતાક પર્વ માં જીલ્લા વહિવટી તંત્ર દ્વારા મોરબી જલારામ મંદિર ની સેવા ને બિરદાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW