HomeGujaratમોરબીના પ્રેમજીનગરમાં વેચેલ મકાનના રૂપિયાની લેતી દેતી મુદે પતિએ પત્નીની છરી...

મોરબીના પ્રેમજીનગરમાં વેચેલ મકાનના રૂપિયાની લેતી દેતી મુદે પતિએ પત્નીની છરી મારી હત્યા કરી

મોરબી તાલુકાના મકનસર ગામ નજીક આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવાએ ટંકારાના રામપર ગામમાં આવેલ તેમનું મકાન વેચ્યું હતું જેના રૂપિયા યુવકની 60 વર્ષીય માતા ગંગાબેન પાસે હતાઅને આ રૂપિયા મુદે અગાઉ ગંગાબેન અને રામજીભાઈ વચ્ચે ઝઘડો થયો હતો દરમિયાન જીતેન્દ્રભાઈ કડિયા કામ માટે બહાર ગયા હતા ત્યારે આ રૂપિયા મુદે ફરી પતિ પત્ની વચ્ચ ઝઘડો થતા રામજીભાઈએ તેમની પત્ની ગંગાબેન પર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી દીધી હતી હજુ આ ઓછુ હોય તેમ જયારે જીતેન્દ્રભાઈ ઘરે આવ્યા તો રામજીભાઈએ તેમના પર પણ છરીથી હુમલો કરી ઈજા પહોચાડતા જીતેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો મૃતક ગંગાબેનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે જીતેન્દ્રભાઈની ફરિયાદ આધારે તેમના પિતા રામજીભાઈ ચકુભાઈ રાણવા વિરુદ્ધ 302 અને 324 તેમજી જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW