રાજ્યમાં છેલ્લા 2 સપ્તાહથી હાડ થીજીવતી ઠંડી પડી રહી છે જેની અસર જનજીવન પર પડી છે વહેલી સવારે અને સાંજે ઠંડીને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળવું પડે તેવી સ્થિતિ બની ગઈ છે જોકે આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી લઘુતમ તાપમાન અને મહતમ તાપમાન ઉચકાશે તા 26થી 29 જાન્યુઆરી દમિયાન લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી લઇ 14 ડીગ્રી સુધી ઉચકાઈ શકે છે તો મહતમ તાપમાન પણ 26થી લઇ 30 ડીગ્રી સુધી જવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડીમાં સતત વધારો ને વધારો થઈ રહ્યો છે. પરંતુ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી આજે ઠંડીનું જોર રહેશે. જ્યારે આવતીકાલથી ઠંડીમાં ખાસ્સો ઘટાડો થઈ જશે અને જનતા ઠુઠવાતી બંધ થઈ શકે છે. ત્યારે આ સમાચાર સામે આવતાની સાથે જ લોકોને હાશકારો અનુભવાયો છે. 26 જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થવા જઈ રહ્યો છે.

હાલમાં ચારેબાજુ ભારે ઠંડીનો માહોલ છે. કઈ જગ્યાએ કેટલું તાપમાન છે એની વાત કરીએ તો..
– રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન
– વડોદરામાં 14 ડિગ્રી તાપમાન
– નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન
– સુરતમાં 15 ડિગ્રી તાપમાન
– અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન
એક તરફ હાલમાં લગ્નની સિઝન પણ પુરજોશમાં ચાલી રહી છે અને લોકો માંગલિક પ્રસંગને વધાવવા માટે ચારેકોર દોડધામ કરતા જોવા મળી રહ્યા છે, જોકે, સવારના મુહૂર્તના ટાણે વેવાઈ પક્ષની હાલત કફોડી બને છે. મોડી સાંજ પછી પણ સૂસવાટા મારતા પવનના કારણે લગ્ન પ્રસંગમાં મહાલતી વખતે મહિલાઓને સ્વેટર-સ્કાફ પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવવું પડે છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10એ પહોંચ્યું છે. જોકે, આવતીકાલથી એટલે કે 26મી જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે એવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે અમદાવાદ સહિત રાજ્યભરના લોકોને તોબા પોકારી ગયા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડી અસહ્ય બનતા સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે.

