મોરબી તાલુકાના ચાચાપર ગામમાં શનિવારના રોજ એક શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવતા ગામ લોકોએ પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતીએ ને મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી પ્રાથમિક તપાસ માં મૃતકના ગળાના ભાગે ઈજા પહોચી હોવાનું સામે આવતા હત્યા થઇ હોવાની આશંકા વર્તાઈ રહી છે ત્યારે મૃતક યુવકની હત્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે
બનાવની પોલીસ મથકથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં આવેલ વોકળા માંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ગામ લોકો એ પોલીસને જાણ થતા મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ મોકલવા તજવીજ હાથ ધરી હતી પોલીસની પ્રથમિક તપાસમાં મૃતકનું નામ રાજન મિશ્રા હોય અને આસપાસ વીસ્તારમાં રહેતા હોય મૃતકના ગળાના ભાગે ટુપો દેવાયેલ હોય તેમજ શરીરમાં ઈજા પહોચી હોવાથી હત્યાની પણ આશંકા પ્રબળ બનતા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે જોકે મળતી માહિતી સુધી પોલીસ મથકમાં કોઈ સતાવાર નોધ થઇ નથી

