ખનીજ માફિયા સમગ્ર મોરબી જિલ્લામાં બેફામ બન્યા છે તેમાં પણ હળવદ અને વાંકાનેર તાલુકામાં તો જાણે તંત્રઆ ખનીજ ચોર સામે લાચાર બની ગઈ છે કે ધાર્મિક સ્થાનો ની આસપાસ પણ આડેધડ ખનીજ ચોરી કરી રહ્યા છે. વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાંથી ખનીજ માફીયાઓ મંદિર જવાના રસ્તેથી જ બેફિકરાઈથી વાહનો ચલાવી રહ્યા છે અને રીતસરનો ભયનો માહોલ પેદા કરવામાં આવેલ છે. જેને લીધે મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તેમજ ગ્રામજનો માટે જીવલેણ અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે. જે બાબતે ગામના સરપંચ દ્વારા વાંકાનેર સેવા સદન ખાતે મામલતદાર તથા પ્રાંત અધિકારીને ખનીજ ભરેલા ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવા રજૂઆત કરવામાં આવી હતી જોકે તંત્ર દ્વારા કોઈ કડક એક્શન લેવામાં આવ્યા નથી જેના કારણે ખનીજ માફીયાઓની દાદાગીરી વધી ગઈ છે. આ માફિયાઓ બેફિકરાઈથી વાહનો ચલાવી ગામમાં ભયનો માહોલ ઉભો કરી રહ્વાયા છે તો રસ્તાની હાલત પણ દયનીય બની છે તેમ માટેલ ધામમાં મંદિર ખાતે રોજ હજારો દર્શનાર્થીઓ દર્શને આવતા હોય છે જેમાં કેટલાક પગપાળા આવે છે તથા વાહનો લઈને આવતા હોય છે ત્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા અને દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તેમજ ગામમાં અકસ્માતની ઘટના ન ઘટે તે હેતુથી માટેલ ના સરપંચ દ્વારા ગામની બહારના રસ્તે ભારે વાહનો નીકળે તે માટે સરપંચ મુન્નાભાઈ દુધારેજિયા દ્વારા પ્રાંત અધિકારી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેને લાંબો સમય વિતી ગયો હોય છતાં સરકારી તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી પરિણામે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષની લાગણી વ્યાપી ગઇ છે.
ગામ લોકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સરકારી તંત્ર ખનીજ માફીયાઓને કોઈના કોઈ પ્રકારે સાવરે છે અને આ સરકારી ખજાના ને નુકસાની પહોચાડતા ખનીજ ચોરો પર તંત્ર દ્વારા કેમ પગલાં લેવામાં નથી આવતા તેવા સવાલ ઉઠી રહ્યા છે. જિલ્ખાલા કલેકટર જાણે ભીષ્મ પિતામહની જેમ તેમની નજર નીચેથી માફિયા ખનીજ ચોરી કરી રહ્યા છે તો ખાણ ખનીજ વિભાગ પણ બેપરવાહ બનીને ખનીજ ચોરી થવા દઈ રહ્યું છે ત્યારે તંત્રની કામગીરી પર આશંકા વ્યક્ત કરી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે હવે ગ્રામ પંચાયત દ્વારા પ્રાંત અધિકારીને કરેલી રજૂઆતનું શું પરિણામ આવે છે તે પણ જોવું રહ્યું

