HomeGujaratમોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ગ્રુપમાં હવે નર્સિંગ સ્ટાફ પણ તૈયાર કરશે!...

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ગ્રુપમાં હવે નર્સિંગ સ્ટાફ પણ તૈયાર કરશે! નર્સિગ કોલેજના અભ્યાસક્રમ શરુ

મોરબી શહેર અને જિલ્લાભરમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતું અને કેજીથી પીજી સુધી એક જ સંસ્થાનમાં અભ્યાસક્રમ પૂરો પડતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંસંસ્થાના સુપ્રીમો પી ડી કાંજીયાના માર્ગદર્શનમાં સમયાંતરે નવા નવા કોર્ષ શરુ કરવામાં આવતા હોય છે આ સંસ્થાને તાજેતરમાં પેરા મેડીકલના અભ્યાક્રમ માટે પણ મંજુરી મળી જતા હવે આ જ વર્ષથી નર્સિંગને લગતા અલગ અલગ કોર્ષ શરુ કરવામાં આવી રહ્યા છે જેમાં અલગ અલગ ત્રણ કોર્ષ શરુ થશે આ ત્રણ કોર્ષને ગુજરાત નર્સિંગ કાઉન્સીલ તેમજ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની માન્યતા મળી છે આ વર્ષથી શરુ થનારા કોર્ષમાં પ્રથમ કોર્ષ ANM છે આ 2 વર્ષનો કેસ છે અને તેમાં માત્ર ગર્લ્સ સ્ટુડુન્ટ જ કોર્ષ કરી શકશે આ ઉપરાંત GNM કોર્ષ છે 3 વર્ષના આ કોર્ષમાં બોયઝ અને ગર્લ્સ બન્ને કોર્ષ કરી શકશે આ ઉપરાંત 4 વર્ષના BSc નર્સિંગ કોર્ષ પણ શરુ કરવામાં આવ્યો છે જેમાં બોયઝ અને ગર્લ્સ બન્ને જોડાય શકે છે

આ કોલેજમાં કોર્ષ કરનાર છાત્રોને મોરબીની અલગ અલગ ત્રણ જેટલી ખાનગી હોસ્પીટલમાં એપ્રેન્ટીસ તાલીમ પણ પૂરી પાડવામાં આવશે જેથી કોર્ષ પૂર્ણ થયા બાદ તેઓને નોકરી સમયે કામગીરી કરવમાં મુશ્કેલી ન થાય

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવાં માંગતા અન્ય જિલ્લા કે તાલુકાના છાત્રો માટે હોસ્ટેલ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે જે વિધાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા માંગતા હોય તેમને આ સુવિધાનો પણ લાભ મળી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW