HomeGujaratમોરબીના વેજીટેબલ રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે 2 પરિવાર વચ્ચે ધોકા ઉડ્યા સામસામી...

મોરબીના વેજીટેબલ રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે 2 પરિવાર વચ્ચે ધોકા ઉડ્યા સામસામી ફરિયાદ

મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં વિસ્તારમાં આવતાં વેજીટેબલ રોડથી ભીમસર તરફ જવાના રસ્તે રવિવારના રોજ બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે થયેલ બોલચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને એક બીજા પર ધોકા પાઇપના અને કુહાડી જેવા હથિયાર વડે હુમલો કરતા 6 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી

મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમસર તરફ જવાના રસ્તા નજીક રહેતા હજરાબેન હાજી ભાઈ સિદિક નામની મહિલાએ વલીમામદ હબીબભાઇ જામ સલીમભાઇ હબીભાઇ જામ હનીફભાઇ હબીબભાઇ જામ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના. પતિ હાજીભાઇ સાથે આરોપીઓએ જૂના કોઈ ઝઘડાનો ખાર રાખી ગાળાગાળી અને ઝપાઝપી કરી ઢીક્કા પાટુનો માર મારતા હોય તેમજ આરોપીઓએ વલીમામદ સાહેદ હાજીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય ઘટનાની જાણ થતાં હાજરાબેન અને તેમના પરિવારના હવાબેન તેઓને છુટા પડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેની પાસે રહેલ લાકડી વડે બન્નેને પણ માર મારી ઇજા પહોંચાડી હતી

સામે પક્ષે હનીફ હબીબ જામે પણ આરોપી હાજીભાઇ સીદીકભાઇ ખોળ, હાજરાબેન હાજીભાઇ ખોળ, અસલમભાઇ હાજીભાઇ ખોળ, શાહરૂખભાઇ હજીભાઇ ખોળ,અલ્તાફ હાજીભાઇ ખોળ, હાજીભાઇનો સાળો રફીકભાઇ, અનીશભાઇ હુશેનભાઇ સંધી, રીયાજભાઇ ગુલામભાઇ જેડા, સાહીલભાઇ અસગરભાઇ જેડા તથા બીજા બે અજાણ્યા માણસો વિરુદ્ધ ગેરકાયદે મંડળી ધોકા પાઇપ અને કુહાડી જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW