મોરબી જિલ્લામાં લાયસન્સ વિના ગેરકાયદે નાણા ધિરાણ કરી લોકો પાસે ઉચાં વ્યાજ વસુલ કરતા હોય અને ઘણા કિસ્સામાં આપેલ મુદ્દલના બદલામાં બમણું વ્યાજ ચુકવવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોવાની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોધાઇ રહી છે ત્યારે હળવદ શહેરના વિનોબા ભાવે ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રીટાબેન અશ્વિનભાઈ રાઠોડ નામની મહિલાએ બટુક બાબુભાઈ ઠાકોર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જે મુજબ રીટાબેને બટુકભાઈ પાસેથી રૂ 50000 લીધા હતા જેના બદલામાં તેઓએ 56000 ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ વધુ 50000ની માંગણી કરી હતી અનેજો રૂપિયા નહી આપે તો રીક્ષા મૂકી જાવ તેમજ કહી જીજે 36 યુ ૭૩૮૬ નંબરની રીક્ષા પડાવી લીધી હતી બનવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

