HomeGujaratવાંકાનેરના વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માંગ્યા

વાંકાનેરના વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માંગ્યા

વેપારીની હિંમતભેર ફરિયાદ થી કિસ્સો સામે આવી

વધુ એક હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પતિ-પત્ની તરીકે રિલેશનમાં રહેતા ભાવનગરના એક યુવક અને યુવતીએ વાંકાનેરના વેપારીને ફસાવી તેની અંગત પળનો વીડિયો બનાવી અઢી કરોડ રૂપિયાની માંગણી કરી હતી. અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ભાવનગરના યુવક યુવતીએ રાતોરાત કરોડપતિ બનવાના સપના પુરા કરવા હનીટ્રેપ કરી વેપારી પાસે થી કરોડો ખંખેરી લેવા કારસો રચ્યો હતો સમગ્ર કિસ્સો છે કે સુરેન્દ્રનગરની એક મહિલા છેલ્લા છ સાત મહિનાથી ભરત ઉર્ફે ભોલી નામના શકશ સાથે ભાવનગરમાં સાથે રહેતા હતા જેમાં મહિલાના પૂર્વ પતિના મિત્ર વાંકાનેરના એક વેપારી છે જેને બે જાન્યુઆરીના રોજ ભાવનગરના અકવાડા ખાતે મહિલાના ઘરે બોલાવ્યા હતા ત્યાર બાદ આ વેપારીને ફસાવીને અંગત પળનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને બાદમાં આ વેપારી પાસે મહિલા સાથે રહેતો યુવક ભરત ઉર્ફે ભોલીએ વીડિયો વાંકાનેરના વેપારીને મોકલ્યો હતો અને અઢી કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી આથી વાંકાનેરના વેપારી દ્વારા ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ દાખલ કરાવાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને યુવક યુવતીની અટકાયત કરી હતી હાલ

ભાવનગરમાં અગાઉ પણ એક તબીબ સાથે હનીટ્રેપની ઘટના બની હતી અને બાદમાં વધુ એક ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે વાંકાનેરનો વેપારી સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને આ યુવતી સાથે તે 5 વર્ષથી સંપર્કમાં હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાવનગરના યુવકને યુવતીએ આ વેપારીને પોતાને ત્યાં નાસ્તો કરવા બોલાવીને અંગત પળનો વીડિયો બનાવ્યો હતો જો કે વેપારીએ અઢી કરોડની માંગ થી આખરે કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આજકાલ લોકો રાતોરાત પૈસાદાર બનવા ગમે તે હદે જઈ શકે છે તેનું ઉદાહરણ આ હની ટ્રેપનો કિસ્સો છે તો તેમાં ફસાઈ જનારા પણ ક્યાંક ને ક્યાંક મોજમજા કરવાની લાલચ માં આવીને જ આવી સમસ્યાઓને આમંત્રણ આપી બેસતા હોય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW