મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ અવનિ ચોકડીથી હિરાસરી માર્ગ ઉપર આવેલ મેલડી માતાના મંદિર પાસેની ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ખુલ્લું પડયું છે. જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે આ ખુલ્લી ગટરમાં કોઈ બાઇક કે ચાલીને જતી વ્યક્તિ રાત્રીના સમયે પસાર થાય તો te સીધા ખાડાંમાં ખાબકી શકે અને તેનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને ઈન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસીએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવા દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને પાલિકા દ્વારા દાખવવામાં આવતી બેદરકારી વિરુધ્ધ કડક એક્સન લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સાથો સાથ આ વિસ્તારમાં પાલિકા તંત્રની ટીમ ખુલ્લી ગટર ઢાંકવાની કામગીરી કરે તેવો આદેશ આપવામાં આવે તેવી માંગણી કરી હતી

