વર્ષ ૨૦૨૨ની પૂર્ણ થવાનું કાઉંટ ડાઉન શરૂ થઈ ગયું છે લોકો નવા વર્ષને વધાવવા ઉત્સાહિત છે જોકે 2022 માં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બની હતી જેમાં ક્યાંક હિંસાનું ક્રુર ચિત્ર સામે આવ્યું તો ક્યાંક પોલીસ અને વહીવટી તંત્રની બેદરકારીથી અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો તો કેટલીક ઘટનામાં ધાર્મિક કટ્ટરતામાં માનતા તત્વોએ શોશ્યલ મિડીયામાં મેસેજને એટલો ગંભીર માની લીધો કે યુવકની હત્યા કરી દેવાઈ હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની જાહેરમાં ગળામાં છરી મારી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી હતી 2022 માં બનેલી આ ઘટનાઓ આગામી નવા વર્ષમાં ફરી ન દોહરાઈ તે બાબતોઅંગે ગુજરાતીઓને વિચારતા કરી મૂક્યા હતા
કિશન ભરવાડ હત્યા કેસ..
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિતપણે ‘વિવાદિત ધાર્મિક પોસ્ટ’ બાબતે 25મી જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદના ધંધૂકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની શબ્બીર અને ઇમ્તિયાઝ નામના બે શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાએ ગુજરાતમાં ભારે ચકચાર જગાવી હતી.

ગ્રીષ્મા હત્યા કેસ ..
સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી ત્યાર બાદ પોતેઆપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો. ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
બોટાદનો લઠ્ઠાકાંડ….
26 જુલાઈ 2022ના રોજ બોટાદના બરવાળા તાલુકાના ગામોમાં ઝેરી દારૂ પિવાથી અનેક લોકોના મોત થતાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જોકે પોલીસે દાવો કર્યો હતો કે કૅમિકલ પીવાના કારણે લોકો મૃત્યુ પામ્યા છે. પાણી ભેળવીને કૅમિકલ જ લોકોને આપવામાં આવ્યું હતું. આ ઘટના પણ દેશ-દુનિયામાં ચર્ચાઈ હતી.
મોરબી ઝૂલતા પુલ બ્રીજ દુર્ઘટના…
30મી ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં આવેલા ઝુલતા પુલમાં ક્ષમતા વધારે કરતા લોકોને પ્રવેશ આપવા દેતા મોટી હોનારત સર્જાય હતી. જેમાં 130થી વધારે લોકોના મોત થયાં હતા અને આ ઘટનાએ સમગ્ર દુનિયાનું ધ્યાન મોરબી તરફ ખેંચ્યું હતું.

